મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે ભઠ્ઠીમાં કામ કરવા બાબતે થયેલ માથાકૂટમાં બે ઈસમોએ અજાણ્યાં પુરુષની હત્યા કરી તેની લાશ રોડ સાઈડમાં ફેંકી દીધી હતી. જે લાશની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસે કવાયત હાથ ધરી છે.
મોરબી તાલુક પોલિસે અજાણ્યા પુરુષની માહીતી આપતા જણાવ્યું હતું કે, મરણજનાર શરીરે મધ્યમ બાંધાનો, વાન ઘઉં વર્ણો, ચહેરો લંબગોળ તેમજ ચહેરા ઉપર આછી દાઢી અને મુછ છે. મરણ જનારે શરીરે રાખોડી કલરનુ અડધી બાયનું ટી-શર્ટ અંદર કાળા કલરનું ગંજી, સફેદ આછા રંગનું લોઅર પેન્ટ પહેરેલ છે. જમણા હાથની કલાઇ પાસે હિંદીમાં “રમેશ” અને બિજુ એક નામ ત્રોફવેલ છે. આ વર્ણન વાળા પુરૂષને આરોપીઓએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર મારી ઇજા કરી મોત નિપજાવ્યું હતું. જે મરણજનારની લાશની ઓળખ થયેલ ન હોય મરણજનારની લાશને મોરબી સરકારી હોસ્પિટલના પી.એમ રૂમમા કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ હોય જે અજાણ્યા પુરૂષની કે, તેના સગા સંબંધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસા અંગે કોઈ જાણતું હોય તો મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.