મોરબી માળીયા વિધાનબેઠક પર પેટા ચૂંટણી માટેની આજે મતગણતરી હતી જે ગણતરી અંતિમ સુધી રસપ્રદ રહી હતી અને આ રસપ્રદ ફક્ત ભાજપ કોંગ્રેસ જ નહીં મોરબી સહિતના અન્ય બેઠકોના ઉમેદવાર પણ બપોર બાદ મોરબી પર મીટ માંડીને બેઠા હતા જેમાં 30 રાઉન્ડ બાદ બ્રિજેશ મેરજા જીત હાંસલ કરતાં હોય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બાદમાં 4402 મતે જીત થતા ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ બ્રિજેશ મેરજાએ પણ આ મતદારોની જીત હોવાનું જણાવ્યું હતું અને સાથે જ બ્રિજેશ મેરજાએ તેને ગદાર કહેતા લોકો પર આ જીત તમાચો હોવાનું જણાવી સણ સણતો જવાબ હોવાનું જણાવ્યું હતું આ જીત બાદ બ્રિજેશ મેરજાએ સરઘસ કાઢ્યું હતું
જેમાં મોરબીના ભાજપ સંગઠન ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબીના સમાકાંઠા વિસ્તાર,નહેરુગેટ, ગેસ્ટ હાઉસ રવાપર રોડ સહિતના માર્ગો પર જીતનું વિજય સરઘસ કાઢી મોરબીની જનતાનો આભાર માન્યો હતો