Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરોને લુંટતી ત્રિપુટી ઝડપાઈ

મોરબીમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરોને લુંટતી ત્રિપુટી ઝડપાઈ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના મુજબ ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઈ બી. જી. સરવૈયા નાં માર્ગદર્શન હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગત તા. ૬નાં રોજ અલગ અલગ બે જગ્યાએ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી છરીની અણીએ લુંટ ચલાવનાર ત્રિપુટીને કુલ રૂ. ૮૨,૫૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

આ ત્રિપુટીએ થોડા દિવસ પહેલાં અલગ અલગ બે જ્ગ્યાએ રીક્ષામાં પેસેન્જરોને બેસાડી છરીની અણીએ લુંટ ચલાવી હતી જેમાં એક પેસેન્જર પાસેથી રોકડા રૂ. ૭૨૦૦ તથા એક મોબાઇલ કિંમત રૂ. ૩૦૦૦ તથા બીજા પેસેન્જર પાસેથી રોકડ રૂ. ૬૦૦૦ તથા બે મોબાઇલ કિંમત રૂ. ૮૦૦૦ની લુંટ ચલાવી હતી જે અંગે મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુન્હાઓ રજીસ્ટર થયેલ હતાં. જે ગુન્હાઓ ડિટેક્ટ કરવા પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ફરીયાદમાં જણાવેલ શંકાસ્પદ રીક્ષા રજી. નં. જીજે-૧૩-એવી-૨૯૨૭ જોવા મળેલ તે આધારે તપાસ ચલાવતા રીક્ષા સુરેન્દ્રનગર ની હોવાનું જાણવા મળેલ અને ત્રણેય આરોપી સુરેન્દ્રનગર નાં હોવાનું જાણવા મળેલ પોલીસે તપાસ નાં આધારે ત્રણેય આરોપી હૈદરભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ(ઉ.વ.૨૦), રફીકભાઈ ઉર્ફે ફજલ યાસીનભાઈ કોડિયા(ઉ.વ.૨૫), પ્રકાશભાઈ ઉર્ફે પકો નરશીભાઈ ભોજૈયા(ઉ.વ.૨૩) ને સીએનજી રીક્ષા કિંમત રૂ. ૭૦,૦૦૦, મોબાઇલ નંગ ૩ કિંમત રૂ. ૧૫૪૦ તથા છરી મળી કુલ રૂ. ૮૨,૫૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં પીઆઈ બી.જી.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એન. એચ. ચુડાસમા, એએસઆઈ મણીલાલ ગામેતી, પો.હેડ કોન્સ. કિશોરભાઈ મીયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, પો.કોન્સ. ચકુભાઈ કરોતરા, જયપાલભાઈ લાવડિયા, ભરતભાઈ ખાંભલા, ભાનુભાઈ બાલાસરા, ભાવેશભાઈ મીયાત્રા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!