કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું રાજસ્થાનના જયપુરમાં નિધન થયું છે. કાલવીએ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે લોકેન્દ્રસિંહ કાલવીની યાદમાં મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપૂત કરણી સેનાના જણાવ્યા અનુસાર, આજ રોજ મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી દેવલોક થતા શ્રદ્ધાંજલિ રૂપે એક પ્રાર્થના સભાનું આયોજન કરી એમની આત્માને શાંતિ મળે એવી માં કરણી પાસે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા શ્રી રાજપૂત કરણી સેનાના પ્રભારી દસરથસિંહ યુ ઝાલા, મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તેમજ મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ટીમ તેમજ મોરબી જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ટીમ ટંકારા તાલુકા ટિમ વાંકાનેર તાલુકા ટીમ તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ મોરબી રાજપૂત સમાજના ભાજપના આગેવાનો તેમજ રાજપૂત સમાજના કોંગ્રેસના આગેવાનો તેમજ રાજપૂત સમાજના વડીલોને આગેવાનો ઉપસ્થિત રહી મોક્ષાર્થે માં કરણીને પ્રાર્થના કરવામાં આવી હતી. તેમ રાજપૂત કરણી સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું.