Saturday, May 4, 2024
HomeGujaratપ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જન્મ દિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા મોરબીમાં...

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જન્મ દિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા મોરબીમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાનની પ્રવૃત્તિ સ્વૈચ્છિક રીતે ચાલી રહી હતી. ત્યારે રક્તદાન એ મહાદાન વાક્યને સાર્થક કરતા મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર યુવા ભાજપના જણાવ્યા અનુસાર, આજ રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિતે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મોરબીવાસીઓએ રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ નિર્મળભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા તેમજ યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા અને જિલ્લા તેમજ શહેર યુવા ભાજપના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!