મોરબીમાં સિરમિક ફેકટરીમાં કામ કરતાં ૨૯ વર્ષિય યુવાનના ગુદ્દામાં તેની સાથે જ કામ કરતાં એક કર્મચારીએ અમાનવીય કૃત્ય કર્યું હતું. જેમાં તેણે યુવકના ગુદ્દાના માર્ગે એર કમ્પ્રેશરની નળી રાખી હવા ભરી દેતાં પેટમાં હવા ભરાઇ જવાથી આ યુવાનની હાલત ગંભીર બની જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
મળતી માહિતી અનુસાર, સરોજ રામ દેવિન રામ સરૈયા નામનો ૨૯ વર્ષીય યુવાન મોરબીની સિરમિક ફેકટરીમાં નોકરી કરી ત્યાં જ કર્મચારીઓના રૂમમાં રહેતો હતો. ત્યારે તે સુતો હતો ત્યારે અન્ય કોઇ સાથી કર્મચારીએ એર કમ્પ્રેશરની નળી સરોજરામના ગુદ્દા માર્ગ પાસે રાખી પ્રેશર આપી દેતાં હવા સરોજરામના પેટમાં ભરાઇ જતાં ગંભીર હાલત થઇ ગઇ હતી. ઘટનાની જાણ બીજા કર્મચારીઓને થતાં સરોજરામને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. તેમજ શ્રમિક સ્વસ્થ થયા બાદ આ કૃત્ય કરનાર વિરૂદ્ધ ગુનો નોંધાશે.