મોરબીમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના અમરનગર ખાતે રહેતી પરણિત મહિલાએ ગઈકાલે સાંજે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે તેના પરિવારજનોએ તેને સમયસર સારવાર અર્થે મોરબી મંગલમ હોસ્પીટલ ખાતે ખસેડાતા ફરજ પર હાજર ડોક્ટરોએ તાત્કાલિક ધોરણે તેમની સારવાર શરુ કરી હતી. અને મહિલાનો જીવ બચાવ્યો હતો. ત્યારે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.