Thursday, March 23, 2023
HomeGujaratઆજે વિશ્વ ચકલી દિવસ પર જાણો ચકલીનુ મહત્વ અને ચકલી વિશેની રસપ્રદ...

આજે વિશ્વ ચકલી દિવસ પર જાણો ચકલીનુ મહત્વ અને ચકલી વિશેની રસપ્રદ વાતો

ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે. એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે. આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના રેડિએશન પણ ચકલીઓના મોતનું કારણ છે.

- Advertisement -

ચકલી એ બાળપણ ને જીવંત કરે છે તેમજ ચકલીના કલબલાટથી માનસિક શાંતિ પણ અનુભવી શકાય છે તેમજ વિશ્વ માં શક્તિશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણી શકાય એવા ટ્વીટર ના મુખ્ય લોગો માં પણ ચકલી ને સ્થાન આપવામાં આવ્યું છે એટલે જો આપનું બાળપણ ,માનસિક શાંતિ અને પ્રકૃતિ ને બચાવવી હોય તો ચકલી બચાવવી જરૂરી છે.

હવે જાણીએ ચકલી વિશે રસપ્રદ વાતો:

– ચકલી બચાવો અને ચકલી સંરક્ષણ ઝુંબેશને સમર્થનના ભાગ રૂપે ચકલીને 2012માં દિલ્લીનું અને 2013માં બિહારનું રાજ્ય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું.

– વૈજ્ઞાનિકો અનુસાર, ચકલીઓની આશરે 43 જાતિઓ છે. છેલ્લા થોડા વર્ષોમાં 60 થી 80 ટકા ઘટાડો થયો છે.

– ચકલીઓ સામાન્ય રીતે કલાક દીઠ 38 કિમીની ઝડપે ઉડે છે. પરંતુ મુશ્કેલીના સમયે તેઓ કલાક દીઠ 50 કિમી ઝડપે ઉડી શકે છે.

– 1950 ના અંતે, ચિની સરકાર દ્વારા લાખો ચકલીઓની હત્યાનું અભિયાન શરૂ કર્યું હતું કારણ કે ચકલીઓ ખાદ્ય પાકને નુકસાન પહોંચાડતી હતી પરંતુ ઝુંબેશ પરિણામો અંત ઉલટો જ આવ્યો, કારણ કે ચાઇનામાં લાખો ચકલીઓની હત્યા બાદ જંતુઓનો મોટી સંખ્યામાં વધારો થયો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

– ચકલીના બહુ જ ઓછા ઈંડામાં માતાપિતા બંનેના ડીએનએ હોય છે. તેમાંના મોટાભાગના માત્ર તેમની માતાના ડીએનએ ધરાવે છે.

– સરેરાશ, માદા ચકલી દર વર્ષે 3 થી 5 ઇંડા આપે છે. 12 થી 15 દિવસ પછી ઇંડામાંથી એક ચકલી જન્મ લે છે.

– જંગલી ચકલી સરેરાશ 4 થી 5 વર્ષ સુધી જીવે છે. જોકે, ડેનમાર્કમાં એક જંગલી ચકલી 19 વર્ષ અને 9 મહિના સુધી જીવતી રહી હતી, તે એક જંગલી ચકલી માટે વર્લ્ડ રેકોર્ડ છે. પાંજરામાં પૂરેલ પાલતુ ચકલી સરેરાશ 12 થી 14 વર્ષ જીવે છે. પરંતુ એક ચકલીનો ૨૩ વર્ષ સુધીનો રેકોર્ડ છે.

– સામાન્ય રીતે જમીન પર સીધા ચાલવાને બદલે ચકલીઓ ઉછળે છે.

– ચકલીઓ ઓછી થવાનું એક સૌથી મોટું કારણ છે મોબાઈલ ટાવરનું રેડિએશન, કેમ કે સામાન્ય રીતે ૧૨ થી ૧૫ દિવસમાં ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે, પરંતુ મોબાઇલ ટાવરની પાસે ૩૦ દિવસ સુધી પણ બચ્ચા બહાર નથી આવતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!