Monday, December 23, 2024
HomeGujaratમોરબીના નહેરુ ગેઇટ ચોકમાં રામનવમીએ લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે

મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં રામનવમીએ લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે

સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવનું અનેરું આયોજન

- Advertisement -
- Advertisement -

મોરબી :મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સર્વ હિન્દૂ સમાજના નેજા હેઠળ તા.30 માર્ચના રોજ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે અને રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ  ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે.

મોરબીમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ થકી દેશભાવના ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમસ્ત માલધારી સમાજ તેમજ વડવાળા સંગઠન દ્વારા સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ આ વખતે પ્રથમ વખત 30 માર્ચના રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે રામનવમી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે. લાઈવ ઓરક્રેસ્ટ્રામાં નામાંકિત કલાકારો અદભુત સંગીતના સથવારે ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવના ગુણગાન ગાતા ભજનો અને ગીતો,રામધૂનની જમાવટ કરશે. આખું વાતાવરણ ભક્તિસભર બની જશે ભગવાન શ્રી રામની મહત્તા વિશે અદભુત ગીતો રજૂ કરીને ભગવાનની શ્રી રામની ભક્તિમાં તલ્લીન થઈ જશે  નહેરુ ગેઇટ શહેરનું હૃદય હોય આ ભક્તિસભર કાર્યક્રમમાં મોટો જન સમુદાય ઉન્નતિ પડશે અને સૌ કોઈ રામમય બની જશે. આ તકે માલધારી સમાજના યુવાનોને પરંપરાગત ધોતી-કુર્તા પહેરીને ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં સામેલ થવાની યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ હાકલ કરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!