Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં મરચામાં કલરની મિલાવટ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવા ગ્રાહક...

મોરબીમાં મરચામાં કલરની મિલાવટ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ

મરચુ, હળદર, ધાણા જીરૂ આ બધો માણસનો રોજીંદો ખોરાક છે અને ગૃહીણીઓ આવા મસાલાનો બાર મહિના માટે સંગ્રહ કરે છે. હાલે ઠેકઠેકાણે તંબુતાણીને ટેમ્પરરી સ્ટોલો ઉભા કરીને મરચા દળવામાં આવી રહ્યા છે. મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આવા ધંધાર્થીઓ પર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ઘણી જગ્યાએ આવા મરચા દળવાવાળા દ્વારા મસાલામાં કલર ભેળવવામાં આવે છે. તેમજ જથ્થો વધારવા માટે અન્ય પ્રકારના ભુસાની મીલાવટ કરવામાં આવેછે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગને તપાસ કરી નમુના લેવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

લાલજીભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ મીલાવટખોરો મરચાની સાથે કલર તથા પાવડરની ભેળસેળ કરે છે. જેથી મરચુ કલરવાળુ દેખાય છે. જેને ખરીદીને જયારે દળવામાં આવે છે. જેમાં કયારે અને કેવા સંજોગોમાં ભેળસેળ થાય છે. તે ગ્રાહકને ખબર નથી પડતી. પરંતુ જયારે તેનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે મરચામાં કલર હોય તેવુ જણાય છે. આવી મોંઘવારીમાં માણસ બાર મહીનાનો સ્ટોક ભેગો કરી છે ત્યારે તેને ભેળસેળ યુકત મરચુ મળે તો તેની તંદુરસ્તી પર જોખમ થાય છે. તો આ અંગે ખોરાક અને ઔષધ વિભાગ નમુના લઈને લેબોરેટરી કરાવે તેવી રજુઆત મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ખોરાક અને ઔષધ વિભાગને કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!