Saturday, January 11, 2025
HomeGujaratમોરબી ખાણ ખનીજ વિભાગને ડહાપણ આવ્યું:હળવદમાં સુંદરીભવાની ગામની સીમમા ખનીજ ચોરી કરતા...

મોરબી ખાણ ખનીજ વિભાગને ડહાપણ આવ્યું:હળવદમાં સુંદરીભવાની ગામની સીમમા ખનીજ ચોરી કરતા બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

*અનેક ગામના લોકો વારંવાર રજૂઆતો કરી છે ખનીજ ચોરી ની ફરિયાદો કરે છે છતાં પણ તેમની રજૂઆતો ને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને હવે વિજિલન્સ ની રેડ પડતા મોરબી ખાણ ખનીજ ખાતું હરકતમાં આવ્યું*

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામા ખનીજ માફિયાઓએ માજા મુકી છે અને જિલ્લાના દરેક વિસ્તારમા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. અને ખાણ ખનીજ વિભાગ પણ સતત આંખ આડા કાન કરી રહ્યું છે અને ગત રાત્રીના સ્ટેટ વિજીલન્સ ની ટીમ હળવદ પંથકમાં ત્રાટકી ને કરોડો નો મુદામાલ જપ્ત કર્યો છે ત્યારે હવે ડહાપણ આવ્યું હોય એમ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવહી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ખાણ ખનીજ વિભાગ મોરબીએ સુંદરીભવાની નજીક ફાયર ક્લેની દોઢ લાખ મેટ્રિકટનથી વધુની ખનીજ ચોરી મામલે બે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સુંદરીભવાની ગામની સીમમા આવેલ સર્વે નંબર-૨૫૨ કહાર્ટે રેઇડ કરી હતી અને જમીનમા અલગ-અલગ ત્રણ જગ્યાએ ફાયર ક્લે(માટી)ની બિન-અધિકૃત રીતે ચોરી કરતા સગરામભાઈ કમાભાઈ ભરવાડ તથા જગદીશભાઈ સગરામભાઈ ભરવાડ વૃદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ સ્થળ પરથી ૧,૦૬,૮૪૯.૪૯ મેટ્રિક ટન ફાયર ક્લે(માટી)ની ચોરી કરી હતી. જેની પ્રતી મેટ્રિક ટનના રૂ.૨૨૫/- લેખે રૂ.૨,૪૦,૪૧,૧૩૬/- ફાયર કલે(માટી) ખનીજનું બિન અધિકૃત ખનન કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!