Thursday, January 9, 2025
HomeGujaratહળવદ પ્રીમિયમ લીગ( GM HPL) 2023 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં RSB ઈલેવન...

હળવદ પ્રીમિયમ લીગ( GM HPL) 2023 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં RSB ઈલેવન ટીમ ચેમ્પિયન બની

રનર્સઅપ ટીમ તરીકે કેસરી ટ્રાઈકર : GM HPL-3 મેન ઓફ ધ સિરીઝ,ફાયનલ મેન ઓફ ધ મેચ,બેસ્ટ બોલર RSB ના લેમન ભરવાડ

- Advertisement -
- Advertisement -

સમસ્ત હળવદ યુવા ગ્રુપ આયોજિત હળવદ પ્રીમિયમ લીગ( GM HPL) 2023 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 “GM HPL” ફાઈનલ માં આર એસ બી ઇલેવન વર્સીસ કેસરી ટાઈકર ઇલેવન વચ્ચે ફાયનલ જંગ ખેલાયો જેમાં RSB સુપર કિંગ ઈલે. નો ભવ્ય વિજય થયો હતો. કેસરી ટ્રાઈકર રનર્સઅપ બની હતી.

હળવદ શહેરમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુના સોમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હળવદ પ્રીમિયર લીગ-૩ આયોજિત GM HPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એચપીએલના ફોર્મેટ મુજબ રમાઈહતી. જેમાં હળવદ તાલુકાની જુદી જુદી ૧૦ટીમોએ ભાગ લીધો હતો મંગળવારે યોજાલી ફાઇનલમાં આરએસબી સુપર કિંગ અને કેસરી ટ્રાઈકર વચ્ચે બરાબરનો મુકાબલો જામ્યો હતો જેમાં આરએસબી સુપર કિંગ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ને ૧,૫૧, લાખ રોકડા અને ટ્રોફી આપવામાં હતી, રનર્સઅપ ટીમ તરીકે કેસરી ટ્રાઈકરને એક લાખ રોકડા અને ટ્રોફી આપવામાં આવી હતી.બાર દિવસ સુધી ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ ક્રિકેટ નિહાળવા ઉમટી પડ્યા હતા.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે જીતેન્દ્ર હની, બેસ્ટ બોલર તરીકે લેમન ભરવાડ કે જેઓએ આ ટુર્નામેન્ટમાં ૧૮વિકેટ લીધી હતી,બેસ્ટ વિકેટકીપર તરીકે રાજા નટવરલાલ સોલંકી,આ ટુર્નામેન્ટમાં ઉભરતા સિતારા અક્ષય સોનગરાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,બેસ્ટ ફિલ્ડર તરીકે મુન્ના પંચાસરાને સન્માનિત કરાયા હતા,આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસ્થા એવેન્જર્સના સુરેશ બાંમ્ભાએ એક ઓવરમાં ૩૪ રન બનાવી સૌના દિલ જીતી લીધા હતા, આ ટુર્નામેન્ટમાં અન્ડર નાઇનટીન પ્લેયર તરીકે ધ્રુવ પટેલ તેમજ ટુર્નામેન્ટમાં જે 10 ટીમોએ ભાગ લીધો હતો જેમાં તમામ નિયમોને ફોલો કરનાર બેસ્ટ ટીમ તરીકે કેશરી ટ્રાઈકરને સન્માનિત કરાઈ હતી.સાથે સાથે આ ટુર્નામેન્ટ સફળ બનાવવા બદલ સપોર્ટર મિત્ર અને સ્પોન્સર મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. GM HPL-3 ના મેગા ફાઇનલમાં સ્પોન્સર મિત્રો રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.હળવદમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.વધુમા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે કાંઈ આવક આવી તેને હળવદના જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવામાં આવશે અગાઉ પણ જે આયોજન કરવામાં આવ્યું હતું તે રકમ પણ કોરોના હોય કે પછી ગાયો માટે ઘાસચારો હોય તેમાં વાપરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!