Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરમાં સર્જાયો વિચિત્ર અકસ્માત : અક્સ્માત થયેલ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા...

વાંકાનેરમાં સર્જાયો વિચિત્ર અકસ્માત : અક્સ્માત થયેલ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા પતિનું મોત:પત્ની ઈજાગ્રસ્ત

વાંકાનેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરનાં જોધપર-ખારી ગામ પાસે એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જે ટ્રકનાં ઠાઠામાં બાઈક આવી ઘુસી જતા પતિને મરણોતોલ ઇજા પહોંચી હતી. જયારે પત્નીની હાલત નાજુક જણાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, તમિલનાડુના વીક્રમસીંગપુરમ શેરી ખાતે રહેતા મારિયાસેલવરાજ સુંદરરાજ નામનો યુવક ગઈકાલે પોતાની પત્ની સાથે પોતાની GJ ૧૦ BL ૭૩૦ નંબરની મોટર સાઇકલ પર જોધપર-ખારી ગામ વાંકાનેર-બાઉન્ટ્રી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેણે પોતાનું બાઈક પૂર ઝડપે ચલાવી આગળ અક્સ્માત થયેલ TN-52-J-5576 નમબરના ટ્રકના ઠાઠાના ભાગે ભટકાડી દઇ પોતાને કપાળના ભાગે મરણોતોલ ઇજા કરી તથા પોતાની પત્ની લલીતા ઉર્ફે નનીતાને માથા માં ઇજા કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!