Monday, January 13, 2025
HomeGujaratમોરબીનાં મોડપર ગામ પાસે નવા બનતા પુલીયા નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી...

મોરબીનાં મોડપર ગામ પાસે નવા બનતા પુલીયા નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોડપર ગામની સીમ આમરણ પીપળીયા રોડ નવા બનતા પુલીયા નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઈડ કરી હતી અને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોડપર ગામની સીમ આમરણ પીપળીયા રોડ નવા બનતા પુલીયા નજીક વોકળામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ચેક ડેમ પાસેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેમાં પોલીસે રૂ.૬૦૦/-ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર ઠંડો આથો  તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૫૦૦/-નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. જયારે રેઇડ દરમ્યાન આરોપી અક્ષયભાઇ વિનુભાઇ સોલંકી (રહે.મોડપર તા.જી.મોરબી) સ્થળ પર હાજર ન મળી આવતા એલ.સી.બી.ની ટીમે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!