વાજતેગાજતે શહેરનાં વિવિધ રાજમાર્ગો પર ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા
દર વર્ષે એટલે કે વૈશાખ સુદ ત્રીજ ને અખાત્રીજ ના દિવસે વિષ્ણુ ભગવાન ના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજ ના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હળવદ માં પણ ધામધૂમથી બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પરશુરામ મંદિર ખાતે હવન હોમ મહાઆરતી સહિત બપોરના સમયે ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા હળવદ શહેરના વિવિધ રાજમાર્ગો પર નિકળી હતી મોટી સંખ્યામાં ભૂદેવો ફરસી તલાવાર સહિતના શસ્ત્રો સહિત ઉમટી પડ્યા હતા.
અક્ષયતૃતીયાના પાવન અવસરે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભગવાન પરશુરામ એ સનાતન ધર્મના પૂજનીય છે અને ભુદેવોના આરાધ્ય દેવ એવા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અચૅના હોમ હવન સૌ સમજબંધુઓ સાથે મળી મહાઆરતી કરી કરી હતી. આ પ્રસંગે સર્વે ભૂદેવો શહેરના રાજમાર્ગો પર ફરી મહાઆરતી અને મહાપ્રસાદ ગ્રહણ કરી ને આ જાજરમાન પ્રસંગની પૂર્ણાહુતિ ગાયત્રી મંદીર ખાતે કરવામાં આવી. કોઈ અનિચ્છદ બનાવ ન બને તે માટે હળવદ પીઆઇ વી પી ગોલ, પીએસઆઇ એમ જે ધાંધલ, સહિતના પોલીસ સ્ટાફ ખડે પગે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.