Friday, January 10, 2025
HomeGujaratહળવદમાં ખેતરડી ગામે ખુલ્લેઆમ દેશી દારૂનો જથ્થો બાઈકની ટાંકી પર રાખી ફરતા...

હળવદમાં ખેતરડી ગામે ખુલ્લેઆમ દેશી દારૂનો જથ્થો બાઈકની ટાંકી પર રાખી ફરતા બે ઈસમો ઝડપાયા

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે હળવદ પોલીસે આવી જ રીતે ખુલ્લેઆમ પોતાની બે બાઈક પર દેશી દારૂ રાખી ફરતા બે ઈસમોને પકડી પાડી કાયદાની ભાન કરાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ખેતરડી ગામે,ચરાડવા ખાતે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નરવીનભાઇ ઉર્ફે લાલો ભાવુભાઇ નંદેસરીયા (રહે. સરતાનપર ગામની સીમ, છોટુભા દરબારની વાડીએ તા.વાંકાનેર જી.મોરબીમુળ ગામ લીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર)એ પોતાના GJ-13-AS-6536 નંબરના રૂ. ૩૦,૦૦૦/-ની કિંમતના મોટરસાઇકલની ટાંકી પર ૧૦૦ લીટર દેશીદારુ વેચાણ અર્થે રાખી તેમજ ધર્મદીપભાઇ પ્રતાપભાઇ તકમડીયા (રહે. વિરપરગામ, તા.વાંકાનેર જી.મોરબીમુળ ગામ સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર) પોતાના GJ-36-AE-5881 નંબરના રૂ. ૪૦,૦૦૦/-ની કિંમતના મોટરસાઇકલની ટાંકી પર ૫૦ લીટર દેશીદારુ વેચાણ અર્થે રાખી બંને આરોપીઓ રૂ. ૩૦૦૦/-ની કિંમતના કુલ ૧૫૦ લીટર દેશીદારૂનો વેચાણ અર્થે રાખી મળી આવતા પોલીસે કુલ રૂ.૭૩,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!