Saturday, January 11, 2025
HomeGujaratજરૂર પડ્યે યોજના કામ લાગે તે વધુ જરૂરી:મોરબીના મામલતદારને કારણે આવું શક્ય...

જરૂર પડ્યે યોજના કામ લાગે તે વધુ જરૂરી:મોરબીના મામલતદારને કારણે આવું શક્ય બન્યું:વાંચો શું હતો સમગ્ર મામલો?

મોરબીના મફતિયા પરા વિદ્યુત નગરમાં રહેતા મંગાભાઈ મકવાણા મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓને પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે આવી નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાં સાત વર્ષના પુત્ર મેરૂભાઈને મગજમાં પાણી ભરાઈ જવાની એટલે કે મગજના ટીબી ની બીમારી થતા મોરબીની આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં આ બાળકની સારવાર નો ખર્ચ દૈનિક આશરે ચારથી પાંચ હજાર જેટલો થતાં આ ગરીબ બાળ પરિવાર પર આફતના વાદળો ઘેરાઈ ગયેલ આવા જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટે જ ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરેલ છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે મજૂરી કામ કરતો આ પરિવાર આ બાબતથી અજાણ હતો અને બાળકનું આધાર કાર્ડ કઢાવેલ નહોતું પરિણામે પરિવાર મૂંઝવણમાં મુકાયેલ હતો.

- Advertisement -
- Advertisement -

સમગ્ર મામલો મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આધારકાર્ડ સુપરવાઇઝર નિરવભાઈ ખાનકી ને આયુષ હોસ્પિટલ ખાતે મોકલી હોસ્પિટલમાં દાખલ મેરૂભાઈ નું આધાર કાર્ડ કઢાવી આપેલ અને તે આધારે સરકારની આરોગ્ય યોજનાનો લાભ મેળવવા માટેની વહીવટી મર્યાદા નો ઉકેલ લાવેલ આ તકે મામલતદાર શ્રી નિખિલ મહેતાએ જણાવેલ કે જરૂર પડશે ત્યારે જોઈ લઈશું તેવો બેદરકારી ભર્યો અભિગમ દાખવવાને બદલે ચેતતા નર સદા સુખી તેવો હકારાત્મક અભિગમ અપનાવી સરકારશ્રીની જન સુખાકારીની નીતિઓમાં સહયોગ આપવા જાહેર જનતાને અપીલ કરેલ અને આ બાબતોમાં મોરબી તાલુકા મામલતદાર કચેરી હર હંમેશ નાગરિકોની સેવામાં તત્પર છે તેવો કોલ આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!