ABVP મોરબી દ્વારા બસ્તી વિસ્તારો માં નાના બાળકો ને નાસ્તો ,કપડાં તેમજ તેમની સાથે ફટાકડા ફોડીને અલગ રીતે દિવાળી ની ઉજવણી કરવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઇ 1949 થી વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરતું આવ્યું છે. આજ રીતે ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળી ની કંઇક અલગ રીતે ઉજવણી કરીને સમાજ માં એક સારો સંદેશ પંહોચડવામાં આવ્યો.
“ચલો વહા દીપ જલાયે ,જહા આજ ભી અંધેરા હૈ” સૂત્ર ને સાર્થક કરીને મોરબી શહેર ના બસ્તી વિસ્તાર જેવા કે ઉમિયા સર્કલ પાસે સરદાર બાગ પાસે જેવા વિસ્તારો માં જઈ ને ABVP મોરબી શાખા દ્વારા SFS સ્ટુડન્ટ ફોર સેવા આયામ અંતર્ગત નાના બાળકો ને નાસ્તો કરાવવામાં આવ્યો.તેમજ કપડાં અને તેમની સાથે ફટાકડા ફોડીને ભારત માતાકી જય ,વંદે માતરમ્ અને જય શ્રી રામ ના નાદ લગાવીને એક અલગ વાતાવરણ દ્વારા દીપાવલી પર્વ ની ઉજવણી કરવામાં આવી.