દિવાળીના તહેવાર સામાન્ય માણસ હોય કે પૈસાદાર તેના માટે અમૂલ્ય તહેવાર માનવામાં આવે છે જેમાં લોકો પોતાની શક્તિ મુજબ પરિવાર સાથે ઉજવણી કરતાં હોય છે પરંતુ એક જ પોલીસ વિભાગ એવું છે કે જે લોકો શાંતિથી તહેવારો ઉજવી શકે એ માટે ખડેપગે પરિવાર છોડી ઉભા રહે છે અને પોતાની ફરજ બજાવે છે.
મોરબી જીલ્લામાં દિવાળીના તહેવારો લોકો શાંતિથી ઉજવી શકે અને લોકોને કોઈ મુશ્કેલીઓ ન સર્જાય એ માટે એસપી એસ આર ઓડેદરાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જેમાં મોરબી,હળવદ,વાંકાનેર શહેર,વાંકાનેર તાલુકા,ટંકારા,માળિયા મિયાણામાં લોકોની સુરક્ષા માટે 700 જેટલા પોલીસકર્મીઓ અનેં અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે જ્યારે આ તહેવારો દરમ્યાન સામાન્ય માણસો હોય કે પૈસાદાર બધા પોતાના પરિવાર સાથે દિવાળીના અને નવા વર્ષના તહેવારો ઉજવી અને આનંદ કિલ્લોલ કરતા હોય છે ત્યારે આજ સમયે એક પોલીસકર્મી તેના પરિવારને છોડી ફરજ પર લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે એ માટે ખડેપગે ઉભા રહી ફરજ બજાવે છે અને તેઓ બજારમાં આવતા લોકોની ખુશી જોઈને ખુશ થાય છે જ્યારે પોલીસકર્મીઓ ગામમાં ખરીદી કરવા આવતા બાળકોને તેના માતા પિતા સાથે જુએ છે ત્યારે ક્ષણ ભર માટે તેના હૃદયમાં પિતૃ પ્રેમ જાગી જાય છે પરંતુ તુરંત તેને પોતાની ફરજ યાદ આવી જતાં તેઓ એ બાળકોમાં પોતાના બાળકને જ જુએ છે અને સંતોષ માની લે છે ઉલ્લેખનીય છે કે બાળકો પરિવારોને વસ્તુઓ,મીઠાઈ કરતા સ્વજનની હાજરીની જરૂરિયાત વધુ હોય છે અને આ હાજરી આપવી પોલીસ વિભાગના ફરજ પરના અધિકારીઓ અનેં પોલીસકર્મચારીઓ માટે અશક્ય હોય છે એમ છતાં લોકો શાંતિથી પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે ખેડેપગે રહી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવે છે તો સામે મોરબી વાસીઓ પણ મોરબી મિરર પણ આ નૈતિકતા ને દિલથી સલામ કરે છે સાથે જ મોરબી વાસીઓને અપીલ કરે છે કે સૌથી વધુ કામ કરે તેના પર સૌથી વધુ આક્ષેપો થાય છે જે આક્ષેપો મોટાભાગના પાયા વિહોણા હોય છે ઊંડાણ માં જાઓ તો કશું જ સત્ય હોતું નથી ત્યારે મોરબી વાસીઓ પણ પોલીસને સાથ આપે અને પરિવાર જનોની ખામી પૂર્ણ કરવા એક ફક્ત હાસ્ય આપી જો આભાર વ્યકત કરે તો તહેવારો પર પોતાનાં પરિવાર છોડી આવતા ફરજ પોલીસકર્મીઓ ની છાતી પણ ગજ ગજ ફૂલી ઉઠે અને તે જે ખુશીઓનું બલિદાન કરે છે તેના પર ગર્વ મહેસુસ કરે આ માટે તમારા નમ્બર પર પોલીસકર્મી સાથેની સેલ્ફી લઈને મોરબી મિરરના મો. 97236 33330 પર મોકલી આપો આપની ખુશી માં જ અમારી ખુશી છે.