ગતરાત્રીના હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક વડોદરા જીલ્લાના સાવલીના નારા ગામથી સામખયારી પાસેના લાકડિયા ગામે રહેતી બેનના ઘરે ભાઈબીજ કરવા નીકળેલા યુવકોને કારચાલકે હડફેટે લેતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રીના વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના નારા ગામે રહેતા ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઇ પરમાર (ઉંમર વર્ષ ૧૯), વનરાજસિંહ અનુપમસિંહ (ઉંમર વર્ષ ૨૪) અને કેતનસિંહ અર્જુનસિંહ (ઉંમર વર્ષ ૧૮), આ ત્રણેય કાકા-દાદાના ભાઈઓ પલ્સર બાઈક જીજે-૬-ટીશી-૪૬૦ લઈને સામખયારી પાસેના લાકડિયા ગામે કેતનસિંહના બેનના ઘરે ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ યુવકોને કારચાલકે હડફેટે લેતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે બીજા બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.