Friday, October 16, 2026
HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો

વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મન મૂકીને ગરબે રમ્યાં; વિવિધ શ્રેણીઓમાં ઇનામોની વણઝાર

- Advertisement -
- Advertisement -

મોરબી : નવરાત્રી પર્વ નિમિત્તે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી-સ્કૂલનાં ભૂલકાંઓથી લઈને કૉલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહભરી સહભાગિતાએ આ ઉજવણીને યાદગાર બનાવી હતી.

મહોત્સવના પ્રથમ દિવસે નવયુગ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ( ઇંગ્લીશ મિડિયમ સેક્શન)નાં નાનાં ભૂલકાંઓએ મેગા ગરબા પ્રદર્શન રજૂ કર્યું હતું. બાળકોની નિર્દોષ અદાઓ અને તાલબદ્ધ પગલાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ભૂલકાંઓની સુંદર રજૂઆતમાં તેમને તૈયાર કરનારા શિક્ષકોની મહેનત પણ ઝળકી હતી.

બીજા દિવસે નવયુગ સંકુલ અને નવયુગ કૉલેજના વિદ્યાર્થીઓએ મન ભરીને ગરબે રમી રંગ જમાવ્યો હતો. આ આયોજનમાં જતિન સોલંકી, પ્રકાશ કવૈયા, પ્રેક્ષાબેન શાહ અને ભૂમિબેન દેત્રોજાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલય દ્વારા ધમાકેદાર અને શાનદાર ગરબા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થિનીઓ નવદુર્ગા સ્વરૂપ ધારણ કરી વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું આ દિવસે પંકજભાઈ ધામેચા, સુજલ પરમાર અને તેજસ્વીબા વાઢારાએ નિર્ણાયકની જવાબદારી નિભાવી હતી.

ઉજવણીમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મન મૂકીને ગરબે રમ્યા હતા. વાલીઓને પણ ઇનામોથી નવાજવામાં આવતાં ઉત્સવનો આનંદ બેવડાયો હતો. બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન, પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતની વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

આ મહોત્સવમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ રંજનબેન કાંજીયા તથા બલદેવભાઈ સરસાવડિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ત્રણેય દિવસના સફળ આયોજન બદલ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં. વિદ્યાર્થીઓની તૈયારીથી લઈને કાર્યક્રમના સંકલન અને વ્યવસ્થાપન સુધીની જવાબદારી નિભાવનારા તમામ સ્ટાફ સભ્યોની કામગીરીને તેમણે બિરદાવી હતી.સ્ટાફના સહિયારા પ્રયાસો અને સમર્પણથી મહોત્સવ સફળ બન્યો હોવાનું જણાવી તેમણે સૌની મહેનતની પ્રશંસા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!