મોરબી તાલુકામાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં જામ્બુડીયા ગામમાં એક બાળકીનું પથારી પરથી નીચે પડી જતા હેમરેજના કારણે મોત નીપજ્યું હતું. જયારે બેલા (રંગપર) ગામના યુવકે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીના વિન્ટેલ સિરામિક કારખાને જામ્બુડીયા ગામની સીમમાં રહેતા કરણભાઇ લખનભાઇ રામ નામની બે વર્ષની દીકરી કીરતી પોતાની ઓરડીમા મોટી ટાઇલ્સ ગોઠવીને સેટી જેવુ બનાવેલ હોય જેના ઉપર સુતી હતી. ત્યારે ગત તા. ૧૪/૦૫/૨૦૨૩ ના બપોરના આશરે ચારેક વાગ્યા વખતે અકસ્માતે સેટી ઉપરથી નીચે જમીન ઉપર પડી જતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થતા તેનું સારવાર દરમ્યાન ગત તા. ૧૭/૦૫/૨૦૨૩ ના મોત નીપજ્યું હતું. જેને લઇ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીના બેલા (રંગપર) ગમે રહેતા હિતેષભાઈ તેજાભાઈ મકવાણા નામના યુવકે ગઈકાલે મોડી રાત્રે કોઇ પણ કારણો સર પોતાના ઘરે ગળાફાસો ખાઈ લેતા તેના પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.