મોરબી સીટી એ ડીવીઝન ઈન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ થોકબંધ ગુનાઓના રીઢા આરોપીને ચોરીના મોટરસાયકલ સાથે મોરબીથી પકડી પાડવામાં આવ્યો હતો.
મોરબી સીટી એ ડીવીઝન ઈન્ચાર્જ પીઆઈ જે એમ આલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે એક શંકાસ્પદ મોટરસાયલચાલક એક્ટીવા સાથે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામીનારાયણ મંદીર પાસે ઉભેલ છે બાદમાં પોલીસે આ જગ્યાએ જઇ તે ઇસમને ચેક કરી નામ સરનામાની પુછપરછ કરતા પોતે પોતાનું નામ જીતુભાઇ જેરામભાઇ શેખા ઉ.વ.૩૦, રહે. નારણપૂર ગામ, તા.જી. જામનગર હોવાનું જણાવેલ હતું બાદમાં પોલીસે આરોપી પાસે રહેલ એક્ટીવાના રજી. નં. જીજે ૧૦ સીઆર ૯૪૪૦ના કાગળો માંગતા તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો જેમાં બાદમાં પોલીસે પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા તેના મુળ માલીક અન્ય વ્યક્તિ હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે આ વ્યક્તિ પાસે રહેલ એકટીવા બાબતે કડક પુછપરછ કરતા તેને જામનગર ખાતેથી ચોરી કરેલાની કબુલાત આપપ પોલીસે આરોપી પાસેથી એક્ટીવા કબ્જે કરી આરોપી જીતુની અટકાયત કરી અને જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી કરવા તજવિજ કરેલ છે. ઉલ્લેખનીય છે કે આરોપી જીતુ વિરુધ્ધ જામનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટના ગુન્હામાં ધરપકડ થયેલ છે. તેમજ આરોપી જામનગર, ધ્રોલ, રાજકોટ અને મોરબીના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે મોરબી તે શા માટે આવ્યો હતો આ બાબતની ઝીણવટ ભરી તપાસ પોલીસે હાથ ધરી છે.