ત્રણ દિવસ પેહલા ટંકારા માં પંચ રોજ કામ ના દસ્તાવેજ માટે ૧.૧૧ લાખ ની રકમ લેનાર એક સામાન્ય ઇસમ વિરૂદ્ધ આક્ષેપો કરતો ઓડિયો વાયરલ થયો હતો જેમાં અરજદાર ને પંચ રોજ કામના દસ્તાવેજ ની જરૂર હોય અને તે અસલ દસ્તાવેજ અરજદાર ને સરકારી કચેરી માંથી મળવાને બદલે એક સમાન્ય માણસ મહેશ ગોપાણી પાસેથી મળ્યો હતો અને મહેશ ગોપાણી એ આ દસ્તાવેજ આપવાના બદલામાં અરજદાર પાસેથી ૧.૧૧ લાખ જેવી રકમ વસુલી હતી.જે
બાબતે મીડિયા ન્યુઝ ચેનલમાં અહેવાલ પ્રસારિત થયા હતા જેને આધારે ટંકારાના ઇન્ચાર્જ મામલતદાર કે.ડી.બુસા એ મહેશ ગોપાણી વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર આરોપી મહેશ અવચરભાઈ ગોપાણી (રહે.કલ્યાણ પુર તા.ટંકારા જિ.મોરબી) વાળા એ જમીન કબજા અંગેના પંચરોજ કામના સરકારી રેકર્ડ માં રાખેલ દસ્તાવેજ ની ખરી નકલ નિયત ફી ભરી ને મેળવી લીધી હતી જે ખરી નકલની અરજદાર પ્રવીણભાઈ ને જરૂર પડી હતી અને આરોપી મહેશ ગોપાણી એ સરકારી રેકર્ડ ના દસ્તાવેજ નો અંગત ઉપયોગ કરી આર્થિક લાભ મેળવ્યો હતો જેમાં આરોપી મહેશ ગોપાણી એ ખરી નકલ આપવાના બદલામાં અરજદાર પ્રવીણભાઈ પાસેથી ૧.૧૧ લાખ મેળવ્યા હતા.
જેથી ટંકારા પોલીસે છેતરપીંડી,વિશ્વાસઘાત અને ઠગાઈ કરવા બદલ આરોપી મહેશ અવચરભાઇ ગોપાણી વિરૂદ્ધ આઇપીસી એક્ટ ૪૦૬,૪૨૦ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.