Saturday, January 4, 2025
HomeGujaratહળવદમાં એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : એસટી ડ્રાઈવર વિરૂદ્ધ...

હળવદમાં એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : એસટી ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદના સુખપર કવાડીયા ગામ વચ્ચે હાઇવે રોડ ઉપર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી એસ.ટી. બસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ પોતાની બસ ભટકાડી દેતા ટ્રકનાં ચાલકે એસ.ટી. બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના સુખપર કવાડીયા ગામ વચ્ચે હાઇવે રોડ ઉપર સુરેન્દ્રનગરનાં લીંબડી ખાતે રહેતા ઇશ્વરભાઇ રામસિંગભાઇ કાણોતરા પોતાનું ટ્રક લઈ જતા હતા. ત્યારે GJ.18 Z 8611 નંબરની એસ.ટી. બસનાં ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે ચલાવી રોડ ઉપર આગળ ચાલ્યા જતા ટ્રકના પાછળના ભાગે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં ટ્રકનાં ચાલક ઇશ્વરભાઇ તથા બસમા બેસેલ મુસાફરોને ગંભીર તથા સામાન્ય ઇજા પહોંચી હતી. જેને લઈ ટ્રક ડ્રાઈવર ઇશ્વરભાઇ રામસિંગભાઇ કાણોતરાએ એસટી બસના ચાલક વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!