હળવદ શહેરમાં કાંગસીયા સમાજની આશરે ૫૦૦ થી વધુ વસ્તી છે. ત્યારે કાંગસીયા સમાજ માટે સ્મશાનમાં છાપરૂ બનાવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી હળવદ શહેર યુવા મોરયા ભાજપ ઉપપ્રમુખ દ્વારા હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી માંગ કરવામાં આવી છે.
હળવદ શહેર યુવા મોરચા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ ભાણાભાઈ કાંગશિયા દ્વારા હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હળવદ શહેર કાંગસીયા સમાજના આશરે ૫૦૦ થી વધુની વસ્તી ધરાવે છે જેથી કાંગસીયા સમાજના કોઇ વ્યકિતીનું મરણ થાય છે. ત્યારે હળવદ શહેરના વૈગડવાવ રોડ ઉપર ભવાની ભુતેશ્વરની ડાબી બાજુમાં સ્મશાનની જગ્યામાં વરંડામાં ખુલ્લી જગ્યામાં વ્યકિતીની અંતિમ વિધિ કરવામા આવે છે. પરંતુ જયારે ચોમાસાના સમયમાં વરસાદ હોય ત્યારે કોઇ વ્યકિતનું અવસાન થયા ત્યારે વરસાદમાં અંતિમ વિધિ કરવા માટે ખુબ તકલીફ પડે છે અને ખુબ અગવડતા પડે છે. જેથી કાંગસીયા સમાજના લોકોની માંગણી છે કે, વૈગડવાવ રોડ ઉપર ભવાની ભુતેશ્વરની ડાબી બાજુમાં સ્મશાનની જગ્યામાં સ્મશાનની છાપરી બનાવવા સાથે ગ્રાન્ટ મંજુરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.