રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે મોરબી જિલ્લામાં બનતા મિલ્ક્ય સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા વાંકાનેર મીલ પ્લોટ વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડીપાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જિલ્લામાં બનતા મિલ્ક્ય સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપતા મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ તથા મોરબી એલ.સી.બી.ના અધિકારીઓ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત (રહે. હાલ મોરબી પાડા પુલ નીચે)ને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરાવતા વાંકાનેર સીટી મીલ પ્લોટ ફાટક પાસે ફળીયામાંથી નારજો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનુ જણાવતા જે બાબતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી ઇસમ પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન રૂ.૨૫૦૦/- ગણી કબજે કરી વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. જયારે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ હતું કે આ ગુન્હામાં તેનો ભાઇ રાહુલભાઇ જેરામભાઇ માલણીયાત (રહે. હાલ મોરબી પાડા પુલ નીચે મેલડી માતાજીના ઓટાની બાજુમાં તા.જી.મોરબી મુળ ગામ શાપર તા.જી.મોરબી) અને તે બન્ને દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં જઇ રેઢા મકાન, ફળીયામાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવે છે. જેને લઇ પોલીસે રાહુલ માલણીયાતને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.