મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસમાં જાણે રેસ લાગી હોય તેમ એક બાદ દરોડાઓ પાડી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલેમાળીયા મીં. પોલીસે એક ઈસમ શખ્સોને વર્લીફીચરનો જુગાર રમતા રમાડતા ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વવાણીયા ગામે તળાવની પાળ એક ઈસમ જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે પૈસાની હારજીતનો વર્લીફીસરનો જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ઇકબાલભાઇ સલેમાનભાઇ દલ (રહે.વવાણીયા તા.માળીયા મી. જી.મોરબી) નામના શખ્સને કુલ રૂ.૪૫૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ અ. મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.