Wednesday, December 25, 2024
HomeGujaratવાહ! આને કહેવાય પ્રજાના સાચા સેવક:ટંકારામાં માંગણી અને રજૂઆતો વગર સ્વ-સંજ્ઞાન લઈ...

વાહ! આને કહેવાય પ્રજાના સાચા સેવક:ટંકારામાં માંગણી અને રજૂઆતો વગર સ્વ-સંજ્ઞાન લઈ પ્રજાની સમસ્યાને દૂર કરતા ધારાસભ્ય

ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપી ટુક સમયમાં સર્વે અને કામગીરી હાથ ધરી મુસાફરોને મુશ્કેલી માથી મુકતી મળે તે માટે સૂચના આપી દીધી છે. ટંકારાના નવ નિર્માણ પામેલ બસ સ્ટેશનમાં મોરબી તરફથી આવતી એક પણ બસો ઓવરબ્રિજ ને કારણે જતી નથી ત્યારે આ સમસ્યાના સમાધાન સ્વરૂપે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ હોય લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકો જાહેર થયા બાદ ૨૨ વર્ષ બાદ બસ સ્ટેન્ડ મળ્યું પરતું ખાટલે મોટી ખોટ પડી અને ઓવરબ્રિજના કારણે લાખોના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડ એક તરફી સગવડીયુ બન્યું રાજકોટ કે જામનગર થી આવતી તમામ બસો બસ સ્ટેન્ડ મા જતી હોય પરંતુ મોરબી તરફથી આવતી બસ પોબારી ભણી મુકતી હોય મુસાફરો માટે એજ ઠંડી ગરમી અને વરસાદમાં ખુલ્લા આકાશ નિચે ઉભા રહી ધુળ ડમરીઓ ખાવાનો વખત ચાલી રહો છે.

પરતું ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની દ્રષ્ટિ હેરાન થતા મુસાફરોની આ સમસ્યા પર પડતાં તાત્કાલિક આ અંગે એસ ટી વિભાગ સાથે સંપર્ક કરી આ સમસ્યાનું સમાધાન સ્વરૂપે ટંકારાની લતીપર ચોકડી પાસે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવવા અને તાકીદે સર્વે અને કામ શરૂ કરી પ્રજાના પશ્રને પડતી પરેશાની હલ કરવા કવાયત હાથ ધરવા સૂચના આપી છે. આ નિર્ણયને પગલે ટંકારાવાસી ઉપરાંત વિધાથી એકતા સંગઠન ભાજપ પક્ષ વેપારીઓ નોકરીયાત વિધાર્થીઓ અને મુસાફરોએ ચૌમેરથી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!