મોરબી નગરપાલિકા વિકાસ ના નામે વેરો વઘારો કરી ભ્રષ્ટાચાર થી ખાલી થયેલી તિજોરી ભરવાનો મરણિયો પ્રયાસ કરે છે:કોગ્રેસ
કોંગ્રેસ દ્વારા સવાલોનો મારો ચલાવતા જણાવવામાં આવ્યું છે કે મોરબી નગરપાલિકાના ભાજપ ના સદસ્યઓ પાલિકામાં સતાં માં રહી આડેધડ પૈસા નો ગેર ઉપયોગ કરી પ્રજા એ ભરેલા ટેક્ષ ના પેસા આડેધડ વાપરી પોતપોતાના ખીસા ભરેલ છે તેના કારણે નગરપાલિકાની પેસાથી ભરેલી તેજોરી ખાલી થઈ ગયેલ છે.
હવે મોરબી નગરપાલિકા પોતાની તેજોરી ભરવા માટે થઈને વેરા માં ૩૦૦ ટકા જેવો વેરો વઘારો કરવા જય રહેલ છે તે પ્રજા ને પડિયા પર પાટું સમાન છે.કારણ કે હાલ ના સમયે મોઘવારી એ માઝા મૂકી છે લોકો પાસે રોજગાર નથી પ્રજા પોતાનુ ગુજરાન માંડ માંડ ચલાવી રહેલ છે .પ્રજા આર્થિક રીતે પરેશાન છે ત્યારે મોરબી નગરપાલિકા પ્રજા ને સુવિધા ઓ આપવા ના બદલે વિકાસ ના નામે વેરા માં વઘારો કરવા જય રહેલ છે કેટલું વ્યાજબી છે?
પહેલા તો પ્રજાના ટેક્સના પેસા નો છેલા બે વરસ દરમ્યાન નગરપાલિકા ના ભાજપ ના સદસ્ય ઓ એ કરેલ બેફામ ભ્રષ્ટાચાર અને ગેર ઉપયોગ જેના કારણે નગરપાલિકા ની આથીક પરિસ્થિતિ ખરાબ થયેલ છે ત્યારે મોરબી ના ધારાસભ્ય આ ભ્રષ્ટાચાર્ કરનાર સદસ્યો સામે પગલા ક્યારે લેશે?
વિકાસના નામે પાલિકા વેરો વઘારતી હોય તો પહેલાં એ જાહેર કરે કે છેલા બે વરસ માં ભાજપ શાસિત નગરપાલિકા એ શું વિકાસ કરેલ છે અને હવે પાલિકા ના સતાધીશો હવે એવો ક્યો વિકાસ કરવાના છે?એ પ્રજા જાણવા માંગે છે.બાકી વિકાસ ના નામે ભ્રષ્ટાચાર થી ખાલી થયેલી તેજોરી ભરતા હોય તો અમે વિરોધ નોંધાવીએ છીએ.બાકી પ્રજા ને જરૂરી પ્રાથમિક સુવિધા મળે તે માટે કોગ્રેસ પક્ષ પાલિકા પાસે માગણી કરે છે .
તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી મોરબી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ કે.ડી. પડસુંબીયા પૂર્વ પ્રમુખ એલ.એમ. કંઝારીયા કે.ડી. બાવરવા તેમજ મોરબી શહેર કોગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી દ્વારા જણાવવામાં આવ્યું છે.