Saturday, April 20, 2024
HomeGujaratટંકારાનાં સુખપર ગામે ખેતરમાં પીપળના ઝાડ નીચે ઉભેલ મજુરનુ મોત વીજળી પડતા...

ટંકારાનાં સુખપર ગામે ખેતરમાં પીપળના ઝાડ નીચે ઉભેલ મજુરનુ મોત વીજળી પડતા મોત

ટંકારા પંથકમા આજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો ત્યારે ટંકારા તાલુકાના સખપર ગામે વરસાદમાં ભિંજાવાથી બચવા પિપળના ઝાડ નીચે ઉભેલ મજુર પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના સખપર ગામે ખેતરમાં વિજળી પડતાં મજુરનુ મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં સવારે વરસાદી ઝાપટાં શરૂ થતા હસમુખભાઈ કોરીંગાના ખેતરે મજુરી કામ કરતા મંડોળનો વિપુલભાઈ ભિજાવાથી બચવા પિપળના ઝાડ નીચે મજુર ઉભો હતો. ત્યારે ઝાડ પર વીજળી પડતા મજુર ગંભીર રીતે ઘવાયો હતો. જેના કારણે તેને સારવાર અર્થે તાત્કાલિક પડધરી ખસેડાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!