Tuesday, November 19, 2024
HomeGujaratમોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં મોરબી મહિલા મોરચા દ્વારા આંગણવાડી પરિવાર...

મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં મોરબી મહિલા મોરચા દ્વારા આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરાયુ

મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૪ માં ભાજપ પક્ષ પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે કેન્દ્ર સરકાર માં સત્તા મેળવી હતી. આ ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. એ વાત તો નોંધનીય છે કે પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. આ સાથે જ ભાજપે એવા ઘણા રાજ્યોમાં સરકાર બનાવી જ્યાં સામાન્ય રીતે ભાજપને ખૂબ જ નબળી માનવામાં આવતી હતી. પ્રભાવશાળી નેતૃત્વના આધારે પીએમ મોદી આજે ભારતના જ નહીં પરંતુ વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક છે સાથે જ સમગ્ર વિશ્વમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકે 9 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા દેશ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જે અંતર્ગત આજે મોરબી મહિલા મોરચા દ્વારા આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારએ નવ વર્ષ પૂર્ણ કર્યા આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષલ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ડૉ. ઉર્વશીબેન પંડયાની ઉપસ્થિતિમાં તથા મોરબી મહિલા મોરચા અધ્યક્ષ સંગીતાબેનની અધ્યક્ષતામાં મોરબી મહિલા મોરચા દ્વારા આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન મોરબીમાં રવાપર રોડ પરની આંગણવાડીમાં અને ભગવતીપરાની આંગણવાડીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીનાં ભૂલકાઓ તથા તેમના વાલીને મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ અભિયાન વિશે ડૉ.દીપિકા સચિન સરડવાજી એ વિગતવાર માહિતિ આપી તથા ગુજરાત સરકારની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાની વાલીઓ સાથે ચર્ચા કરી જે યોજના અંતર્ગત સગર્ભા બહેનોને 1000 દિવસ સુધી એક કિલો તુવેર દાળલ બે કિલો ચણાલ એક કિલો તેલ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમનાથી માહિતગાર કર્યા અને મોટા અનાજ (મિલેટસ) માંથી બાળકોને મળતા પોષક તત્વો વિશે પણ ચર્ચા કરી તથા બાલ શક્તિલ પૂર્ણ શક્તિલમાતૃશક્તિના ફાયદાઓ વિશે ડૉ. દીપિકાબેન સરડવા એ સમજાવ્યું.

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવાની મોરબી જિલ્લાનો મુલાકાત દરમ્યાન તેમની સાથે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ડો.ઉર્વશીબેન પંડ્યા મોરબી જિલ્લા મહિલા મોરચાનાં અધ્યક્ષ સંગીતાબેન ભીમાણી જિલ્લા મહિલા મોરચા નાં મહામંત્રી રસીલાબેન ચાપાણી લમંજુલાબેન ચૌહાણ સહિત સ્થાનિક મહિલા અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સેવાલ સુશાસન ગરીબ કલ્યાણના નવ વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજીની અધ્યક્ષતામાં મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યા છે જેમાં આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમલ આવાસ યોજનાના લાભાથીઓ લપિત દીદીનું એમના ઘરે જઈ સ્વાગતલ સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંપર્ક અને સંવાદલ નવી મતદાતા યુવતી સંમેલનલ દરેક જિલ્લામાં સંયુક્ત મોરચા દ્વારા આયોજિત લાભાર્થી સંમેલનમાં મહિલા મોરચાની સક્રિયતા વિશેષ રહેશે તથા વિસ્તારક યોજના હેઠળ દરેક જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી માટે દિવસ રાત કાર્ય કરતી બહેનો વિસ્તારક તરીકે નીકળી જન જન સુધી કેન્દ્ર સરકારની નીતિઓ અને સિદ્ધિઓ પોચાડશે. તેમ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!