Saturday, January 11, 2025
HomeGujaratવાવાઝોડાની આપાત કાલીન સ્થિતિને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિહિપ અને બજરંગદળ દ્વારા...

વાવાઝોડાની આપાત કાલીન સ્થિતિને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિહિપ અને બજરંગદળ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા આગોતરા આયોજન અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી છે. અને જરૂરિયાત મંદ લોકો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરી હેલ્પ લાઈન જાહેર કાર્ય છે. તેવામાં હવે મોરબી જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા પણ હેલ્પ લાઈન નંબર જાહેર કરી પોતાનું સામાજીક દાયિત્વ પૂર્ણ કર્યું છે.

- Advertisement -
- Advertisement -

વિહિપ અને બજરંગદળના જણાવ્યા અનુસાર, અત્યારના સંજોગોમાં કુદરતી આપાત કાલીન પરિસ્થિતિમાં ગુજરાતના પોરબંદર/ દ્વારકા/ જામનગર, કચ્છ સહિતના જિલ્લાઓમા વ્યાયક પ્રમાણમાં વાવાઝોડુ આવશે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે કુદરતી આપત્તિ વખતે માનવ લાચાર છે. આવા સંજોગોમાં કર્મઠ સમર્પિત કાર્યકર્તા હોવાને નાતે આપણું સામાજીક દાયિત્વ બને છે કે રાષ્ટ્રીય આપત્તિ કાળમા દરેક કાર્યકર્તા ત્યાંના સમાજના બધા જ લોકોને જોડી જરૂરિયાત મંદ લોકોને યોગ્ય વ્યવસ્થા થાય તે માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા હેલ્પ લાઈન નંબર કમલભાઈ દવે – મો.95956 88888, ભાવિકભાઈ ભટ્ટ – મો.96875 19898, કૃષ્પભાઈ રાઠોડ – મો.96876 18006 તથા પુષ્પરાજસિંહ જાડેજા – મો.9978 117117 જાહેર કરવામાં આવ્યા છે. વિહીપ તેમજ આખી ટીમ સતત આવી વિકટ પરિસ્થિતિ જો આવે તો મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ રહેશે. તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!