Saturday, January 11, 2025
HomeGujaratટંકારામાંથી ગુમ થયેલ યુવકનો નસીતપર નજીક ડેમી-૩ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો

ટંકારામાંથી ગુમ થયેલ યુવકનો નસીતપર નજીક ડેમી-૩ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો

ટંકારાના ઉગનમમના નાકે રહેતા યુવક અમિત ઉર્ફે વિજય બટુકભાઈ ચાવડા ને ગત તા.૧૬/૦૬ ના રોજ ઘરે વહેલા ઉઠવા ઠપકો આપતાં ક્રોધમાં આવી ને મોબાઈલ નો ઘા કરીને ઘરેથી ચાલ્યો ગયો હતો જે બાદ તેમના પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ યુવક મળી ન આવતા અંતે તા ૧૭/૦૬ ના રોજ ટંકારા પોલીસ મથકમાં ગુમ થયા અંગે નોંધ કરાવી હતી જેની તપાસ ચાલતી હતી દરમિયાન ટંકારા તાલુકાનાં નસિતપર ગામ નજીક આવેલ ડેમી ૩ ડેમ માં મૃતદેહ તરતો હોવાની ટંકારા પોલીસ ને જાણ થતા પોલીસે મૃતદેહ નો કબજો મેળવી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી જે તપાસ માં આ મૃતદેહ ગત તા ૧૬/૦૬ ના રોજ ગુમ થયેલ અમિતભાઈ ઉર્ફે વિજય બટુકભાઈ ચાવડા (ઉ. વ.૩૫) નો હોવાનું ખૂલ્યું હતું. જેથી ટંકારા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!