મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગૌશાળા ફિલ્ટર હાઉસમાંથી નગરપાલિકા દ્વારા શહેર આખાને દૈનિક પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં મચ્છુ ડેમ-2માંથી સીધું પાણી આ લીલાપર રોડ પરના ગૌશાળા ફિલ્ટર હાઉસમાં આવે છે. આ ફિલ્ટર હાઉસમાં મચ્છુ ડેમના પાણીને શુદ્ધ કરીને નગરપાલિકા દ્વારા શહેરની જનતાને પહોંચાડવામાં આવે છે. પણ મોરબી નગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગૌશાળા ફિલ્ટરમાં કોઈ ખામી સર્જાઈ હોવાથી તેના રિપેરિંગ કામ માટે શહેરમાં એક દિવસ પાણી વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તા. 26ને ગુરુવારે એક દિવસ માટે શહેરમાં પાણી વિતરણ નહિ થાય તેવી નગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.