Monday, January 30, 2023
HomeGujaratમાળીયા (મીં.)માંથી અપહરણનાં ગુન્હાના આરોપીને અમરેલીથી શોધી કાઢતી મોરબી સર્કલ પો.ઈન્સ. ટીમ

માળીયા (મીં.)માંથી અપહરણનાં ગુન્હાના આરોપીને અમરેલીથી શોધી કાઢતી મોરબી સર્કલ પો.ઈન્સ. ટીમ

મોરબી જિલ્લા પોલિસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સૂચના મુજબ ડીવાયએસપી રાધિકા ભરાઈનાં સુપરવિઝન હેઠળ મોરબી સર્કલ પો.ઇન્સ.ની ટીમ દ્વારા માળીયા (મી.) પો.સ્ટે. નાં અપહરણનાં ગુનામાં આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલીથી શોધી કાઢવામાં આવ્યા 

- Advertisement -

મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગત તા. 7ના રોજ જાહેર થયેલ ગુના મુજબ આરોપી દિનેશભાઇ સીરદારસિંહ ભુરીયા (રહે- કાટકુવા, જી. અલીરાજપુર, એમ.પી.) સગીરાનું અપહરણ કરી લઇ ગયેલ હતો. તે બનાવની તપાસ દરમ્યાન પોલીસને મળેલ ખાનગી બાતમી આધારે તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા ઉપરોક્ત બન્ને અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના કલ્યાણપુર ગામની સીમ ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પોલીસ ટીમ અમરેલી જીલ્લા ખાતે રવાના થઈ હતી અને આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી લઇ મોરબી ખાતે લાવવામાં આવી તેઓની કોવિડ-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!