હળવદમાં બપોર બાદ મેઘરાજાએ હળવદ શહેર અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની બેટિંગ શરૂ કરી હતી જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો.
જે દરમિયાન હળવદ તાલુકાના ના સુખપર ગામની સીમમાં ખાંડિયા હનુમાનજી મંદિર પાસે મનસુખભાઈ ગાંડુભાઈ ગણેશિયાની વાડીમાં વીજળી પડતા વૃક્ષ નીચે ખીલે બાંધેલ ત્રણ ભેંસના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે થોડી જ ક્ષણ પૂર્વે માલધારી યુવાન બનાવ સ્થળેથી ચાલ્યો ગયો હોવાથી તેનો બચાવ થયાનું જાણવા મળ્યું છે.