Wednesday, November 20, 2024
HomeGujaratહળવદમાં વીજળી પડવાનો ત્રીજો બનાવ:ઘોડાધ્રોઇ ડેમનો દરવાજો ખોલાયો

હળવદમાં વીજળી પડવાનો ત્રીજો બનાવ:ઘોડાધ્રોઇ ડેમનો દરવાજો ખોલાયો

મોરબી જિલ્લામાં ગતરાત્રિ થી જળબંબાકાર મેઘ વરસી રહ્યો છે. જેને પગલે મોરબી જિલ્લાના નાના ડેમો નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા દરવાજા ખોલવાના નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે.સાથેજ હળવદમાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં ત્રણ જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં સવારે મચ્છુ ૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલાયા બાદ હવે ઘોડા ધ્રોઇ ડેમનો એક દરવાજો ૦.૫ ફૂટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને પગલે મોરબી અને માળીયા મિયાણા તાલુકાના કુલ નવ ગામોને એલર્ટ અપાયું છે.જેમાંમોરબી તાલુકાના ચકમપર, જીકિયાળી,જીવાપર, જેતપર તેમજ માળીયા મિયાણા ના સુલતાન પુર, માણાબા,ચીખલી, સાપર, રાપર ગામને એલર્ટ અપાયું છે.

તેમજ હળવદમાં ત્રીજી જગ્યાએ વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સાપકડા ગામે ખેતરમાં વીજળી પડી છે જેના કારણે કપાસના પાકમાં નુકશાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!