Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં જુગારીઓની હોડ જામી : એક જ દિવસમાં પાંચ સ્થળોએથી જુગાર રમતા...

મોરબીમાં જુગારીઓની હોડ જામી : એક જ દિવસમાં પાંચ સ્થળોએથી જુગાર રમતા ૨૧ ઝડપાયા

મોરબીમાં જુગારની બદી ફૂલીફાલી હોવાની બૂમરેણ મચતા રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કામ કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ રેઇડ કરી 21 ઈસમોની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સર્કીટ હાઉસ સામેના ભાગે વિધુતનગર ઢાળીયા પાસે એક ઈસમ વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વિનોદભાઇ મનુભાઇ વરાણીયા (રહે.ત્રાજપર પંચની માતા વાળી શેરી મોરબી) નામના શખ્સને રોકડા રૂપિયા.૧,૩૦૦/- તથા વરલી ફિચરનાં આંકડા લખેલ એક ચિઠ્ઠિ સહિતનાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રવાપર ધુનડા રોડ ઉમા બંગ્લોઝ ના ખુલ્લા વંડામા અમુક ઈસમો જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સુરેશભાઇ કરશનભાઇ ભટાસણા (રહે.મોરબી રવાપર રોડ રીલાયન્સ-૧ એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૨), કાંતીભાઇ જેરામભાઇ લો (હે.મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની બાજુમા ઓમસાંઇ એપાર્ટમેન્ટ બ્લોકનં.૨૦૩), દામજીભાઇ વાલજીભાઇ કાસુન્દ્રા (રહે.મોરબી રવાપર રોડ અક્ષય સોસાયટી અવધ એપાર્ટમેન્ટ બ્લોકનં.૨), લીંબાભાઇ સવજીભાઇ કુંડારીયા (રહે.મોરબી રવાપર રોડ શીવશકિત સોસાયટી વિહાન વિલા-બી-૭) તથા ડાયાભાઇ હરીભાઇ બાવરવા (રહે.મોરબીરવાપર રોડ રામસેતુ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૨ મુળરહે.મોડપર તા.મોરબી) નામના શખ્સોને પકડી પાડી કુલ રોકડા રૂ.૨૦,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે બરવાળા ગામે આરોપી કરશનભાઇ પાલાભાઇ રાઠોડના મકાનમાં રેઇડ કરી ગેર કાયદેસર હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા કરશનભાઇ પાલાભાઇ પરમાર (રહે-બરવાળા તા.જી.મોરબી), ગોપાલભાઇ ઘેલાભાઇ દેલવાણીયા (રહે-બરવાળા તા.જી.મોરબી), ફોજીભાઇ જીણાભાઇ દેલવાણીયા (રહે-બરવાળા તા.જી.મોરબી), શામજીભાઇ કરશનભાઇ પરમાર (રહે-બરવાળા તા.જી.મોરબી), ધરમભાઇ જયરામભાઇ દેલવાણીયા (રહે-બરવાળા તા.જી.મોરબી), દુર્ગેશભાઇ શિવાભાઇ દેલવાણીયા (રહે-બરવાળા તા.જી.મોરબી) તથા સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા (રહે-બરવાળા તા.જી.મોરબી) નામના શખ્સો ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડ રૂ.૪૦,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામની અટકાયત કરવામાં આવી છે.

ચોથા દરોડામાં, ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વિરપર ગામે કોળીવાસમાં રાજેશભાઇના મકાન પાછળ રેઈડ કરી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા નાગજીભાઇ ગોકળભાઇ દેગામા (રહે.લિલાપરગામ તા.જી.મોરબી), ભુપતભાઇ ધિરૂભાઇ ઉધરેજા (રહે.વિરપર જુનુગામ તા. ટંકારા જી.મોરબી), રવજીભાઇ રતાભાઇ બાવરવા (રહે. વીરપર નવા પ્લોટ તા.ટંકારા જી.મોરબી) તથા ચોન્ડાભાઇ પરસોતમભાઇ ઉધરેજા (રહે. વીરપર નવા પ્લોટ તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૧૦,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પાંચમા બનાવમાં, એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે, મુકેશભાઇ જેરામભાઇ રાંકજા (રહે.મોરબી) પોતાની મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતનાં આધારે ઓફીસમાં રેઇડ કરતા મુકેશ જેરામભાઇ રાંકજા (રહે.મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી), રમેશભાઇ મોહનભાઇ માલકીયા (રહે.ગારીયા તા.વાંકાનેર જી.મોરબી), સખુમભાઇ બાબુભાઇ ધુમલીયા (રહે.મોરબી પંચાસર રોડ રૂષભપાર્ક સોસાયટી) તથા હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા (રહે.મોરબી મહેન્દ્રનગર પીપળવાસ) નામના ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૫૨,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તથા મુખ્ય આરોપી મહેશભાઇ પટેલ (રહે.મોરબી પંચાસર રોડ) મળી ન આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!