હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભર ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદી માહોલમાં વરસાદ શરૂ થયો હતો. હળવદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે હળવદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જેમાં હળવદ એચ.ડી.એફ.સી. બેન્ક નજીક પાણીના ધસમસતા પ્રવાહમાંથી લોકોને મદદરૂપ બનવા જી.આર.ડી. જવાનો લોકોની વહારે આવ્યા હતા. અને પાણીના ધસમસતા પ્રવાહમાંથી લોકોને સુરક્ષિત રાખવા હળવદના ટી.આર.બી. જવાન ઉપેન્દ્રસિંહ જાડેજા, જી.એચ.જી. જવાન સુનિલભાઈ ગોસ્વામી, ટી.આર.બી. આરતીબેન પરમાર તેમજ જી.આર.ડી અરવિંદ પાટડિયા એ સરાહનીય કામગીરી કરી લોકો કોઈ મુશ્કેલીમાં ન મુકાય તેની તકેદારી રાખી હતી.