રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબી-માળીયા (મિં) નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસેથી એક ઈસમને દેશી તમંચા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી-માળીયા (મિં) નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસેએક શખ્સ દેશી હાથ બનાવટનો તમંચો લઈ ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી શેરમામદ ગુલમામદ જામ (રહે.હરીપર ગામ તા.માળીયા(મિં) જી.મોરબી) નામના શખ્સને તમંચા સાથે પકડી પાડી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા કુલ રૂ.૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એકટ કલમ રપ(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.