ભેજાબાજે મકાનની અંદર ચોરખાનું બનાવી સંઘરેલો રૂ. ૯૪ હજારનો દારૂ પોલીસે જપ્ત કર્યો.
એલસીબી ટીમે 308 બોટલ વિદેશી દારૂ નવા બની રહેલા મકાનમાં દારૂ સંતાડવા માટે બનાવેલા ચોરખાનમાંથી પકડી પાડ્યો: આરોપી બુટલેગર ફરાર
મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ નીંસુચના હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા,પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના સાપકડા ગામના ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોતાના નવા બની રહેલા મકાનમાં ભોંયરૂ બનાવી ચોરખાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની માહીતી એલસીબી ટીમને મળી હતી જેના આધારે પોલીસે હળવદ ના સાપકડાં ના ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોલીસથી બચવા ગામમાં આવેલ બટુક આશ્રમની બાજુમાં તેના નવા બનાવેલ મકાનમા આજે મોડી સાંજે દરોડો પાડી ૩૦૮ ઇંગ્લીશ દારૂની બોટલ સહિત રૂ ૯૪,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે જો કે આરોપી આ દરોડાની ગંધ આવી જતા નાસી ગયો હતો જો કે એલસીબી પોલીસે આરોપી ઘનશ્યામસિંહ ગંભીર સિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આરોપી ઘનશ્યામસિંહની શોધખોળ હાથ ધરી છે.