Saturday, January 11, 2025
HomeGujaratહળવદ નજીક કેનાલમાં પ્રેમી યુગલનો હાથે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી આપઘાત

હળવદ નજીક કેનાલમાં પ્રેમી યુગલનો હાથે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી આપઘાત

ધાંગધ્રા ના નીમકનગરના પ્રેમી પંખીડાનો મૃતદેહ રમણપુર નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો

- Advertisement -
- Advertisement -

ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા જો કે આજે આ બંનેના મૃતદેહ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે.

ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા સમરતભાઈ કાળુભાઈ ડુમાણીયા અને સંગીતાબેન કાળુભાઈ ચાવડા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલાં બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ માંથી મળી આવી છે.

બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સાથે જ આ બનાવી જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ધાંગધ્રા લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવ્યું એનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!