બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા કિશોરસિંહ નટુભા ઝાલા (ઉ.૪૦) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રવીણભાઈ પટેલ ફરિયાદી કિશોરસિંહના ભાઈને દારુ પાતો હોય જેથી ફરિયાદી કિશોરસિંહએ આરોપી પ્રવીણભાઈ પટેલને ઠપકો આપતા તેનો ખાર રાખી આરોપીએ મોટરસાયકલ પર કિશોરસિંહના ઘર પાસે આવી બહાર બોલાવી ગાળો અાપી ગુપ્તી વડે કિશોરસિંહને ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે