હળવદના વેગડવાવ ગામના યુવાનની હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ
હળવદના વેગડવાવ ગામે બે દિવસ પૂર્વે ગામમાં આવેલા હનુમાનજી ની જગ્યામાં આવેલ રૂમમાં સુતેલા વિક્રમ હરેશભાઇ પીપળીયા નામના યુવાનને આગ ચાંપી ત્રણ શખ્સો નાસી છૂટયા હતા બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સારવાર માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસે લીધેલા ડીડી નિવેદન દરમ્યાન યુવાને તેના જ કૌટુંબિક ત્રણ ઈસમો તરફ આંગળી ચીંધી હતી જેમાં આજે યુવાન વિક્રમ ની સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો
મૃતક યુવાન વિક્રમના પિતા હરેશભાઈ પીપળીયા દ્વારા તેના જ ગામના અને કૌટુંબિક થતાં મહાદેવ કાનજીભાઈ પીપળીયા, દિનેશ કાનજીભાઈ પીપળીયા અને સુરેશ કાનજીભાઈ પીપળીયા સહિતના ત્રણેય ભાઈઓ દ્વારા મળી અને તેના આશાસ્પદ યુવાન પુત્ર નું કાસળ કાઢી નાંખ્યા ની પોલીસ ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી હતી સાથે જ પિતાએ આક્ષેપ કર્યા છે કે તેના પુત્ર વિક્રમ ને કૌટુંબિક ભાઈ મહાદેવ કાનજીભાઈ પીપળીયા ની પુત્રી સાથે પ્રેમ સબંધ હોય અવાર નવાર તેઓ તેના પુત્ર વિક્રમને ધમકાવતા રહેતા હતા
જેમાં અગાઉ પણ તેઓએ વિક્રમ ના બાઈક ને સળગાવી નાખ્યું હતું ત્યારે આ વખતે વિક્રમ ને જ સળગાવી દઈને આરોપીઓએ તેના બાવીસ વર્ષના યુવાન પુત્ર વિક્રમ ને મોતને ઘાટ ઉતારી દીધો છે જેમાં હળવદ પોલીસે મહાદેવ કાનજીભાઈ પીપળીયા, દિનેશ કાનજીભાઈ પીપળીયા અને સુરેશ કાનજીભાઈ પીપળીયાની અટકાયત કરી અને કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે હળવદ પોલીસની તપાસમાં આગામી સમયમાં શુ બહાર આવશે તે સમય જ બતાવશે હાલ ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે કે પછી તેઓ સામે થી હાજર થયા છે ર મોટો સવાલ ઉભો થયો છે