મોરબીના ગાળા ગામથી સાપર ગામ તરફ હાઇવે રોડ પર એસ.ટી બસ પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યા શખ્સે પોતાના હવાલા વાળું કન્ટેનર (ટ્રક) પુર ઝડપે બેદરકારીથી ગફતલભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી એસ.ટી બસના આગળના ભાગે અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ જતાં સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ગાળાગામથી સાપર ગામ તરફ હાઇવે રોડ જેતપર પાસે ગત ૧૮/૦૮/૨૦૨૩ની રાત્રીના આશરે સવા નવેક વાગ્યાના અરસામા એસ.ટી બસ પસાર થઈ રહી હતી. ત્યારે GJ-12-BY-8404 નંબરના કન્ટેનર (ટ્રક)નાં ચાલકે પોતાનું ટ્રક પુર ઝડપે બેદરકારીથી ગફતલભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી GJ-18-Z-2802 નંબરની એસ.ટી બસના આગળના ભાગે ભટકાડી અકસ્માત સર્જી ફરીયાદી દિલીપભાઇ ભગવાનભાઇ મકવાણા તથા કંન્ડટરને મુંઢ ઇજા પહોંચાડી એસ.ટી બસમા નુકશાન કર્યું હતું. જેના વિરૂદ્ધ એસ.ટી બસના ડ્રાઇવર દિલીપભાઇ ભગવાનભાઇ મકવાણાએ ફરિયાદ દાખલ નોધાવી હતી. તથા એસ.ટી બસ ભટકાવાથી ધકો લાગતા પાછી પડતા એસ.ટી બસ પાછળ આવતી GJ-27-DB-3733 નંબરની અર્ટીકા ફોર વ્હીલ ગાડી સાથે અથડાતા નુકશાન થયું હતું. ત્યારે આરોપી અકસ્માત સર્જી પોતાનુ કન્ટેનર સ્થળ પર મૂકી ભાગી જતા પોલીસે તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.