મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (Industrial Training Institute – ITI) દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કુલ 114 ખાલી જગ્યાઓ પર ફ્રેશર તથા અનુભવી ઉમેદવારો અરજી કરી શકશે. નોકરી મેળવનારને સરકારના નિયમોનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
B.E., GREDUATE, DIPLOMA, ITI, WELDER, FITTER, ELECTRICIAN, WIREMAN, COPA, MMV, EM, PLUMBER, કોર્ષ કરેલ ઉમેદવારો માટે આગામી તા. ૭મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ઓનલાઇન ઇન્ટરવ્યુ યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ https://meet.google.com/orf-vzje-xyc લીંક દ્વારા ગુગલ મીટના માધ્યમથી જોડાવાનું રેહશે. વધુ માહિતી માટે મો.નં. ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૭૦૧૬૬ ૩૯૪૫૧ પર સંપર્ક કરવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.