Sunday, October 13, 2024
HomeGujaratઆગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકો સજાગ અને સક્રિય બની વધુને વધુ લાભ લે તેવી જાહેર જનતાને અપીલ કરતાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ ઝાલા

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તેમાં પેટા ચૂંટણીના કારણે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારને બાકાત રાખવામાં આવેલ હતો. જોકે હવે ચૂંટણી પંચ દ્વારા આગામી બે રવિવાર એટલે કે ૧૩ ડિસેમ્બર અને ૨૦ ડિસેમ્બર રવિવારના દિવસોમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

મોરબી પ્રાંત અધિકારી ડી.એ ઝાલાના જણાવ્યા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૧ની લાયકાતની તારીખ સંદર્ભે ચૂંટણી પંચની સૂચના મુજબ મોરબી વિધાનસભા બેઠકના વિસ્તારમાં પણ હવે આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરના રોજ ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.

આ કામગીરીમાં જે તે વિસ્તારના મતદાન મથકો ખાતે ડેઝીગ્નેટેડ ઓફિસર મુકાશે. જે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ફોર્મ લેવા, ભરવા સહિતની કામગીરી કરી આપશે. મતદારયાદીમાં નામ છે કે કેમ? તે અંગેની પણ ચકાસણી કરી શકશે, તેવી ખાસ વ્યવસ્થા ગોઠવામાં આવેલ છે.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્યવે સર્વે લોકોએ પોતાનું મતદાર યાદીમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નામ સુધારવા જેવી કામગીરી કરવામાં આવશે આ કાર્યક્રમમાં લોકો સજાગ અને સક્રિય બની વધુને વધુ લાભ લે તેવી જાહેર જનતાને ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારનાં મતદાન નોંધણી અધિકારી ડી.એ. ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!