Saturday, November 16, 2024
HomeGujaratરાત્રિના સમયે કોઈને કહ્યા વગર બહેન બહાર જતાં ભાઈએ શંકા રાખી દાતરડાથી...

રાત્રિના સમયે કોઈને કહ્યા વગર બહેન બહાર જતાં ભાઈએ શંકા રાખી દાતરડાથી બહેન પર કર્યો હૂમલો

રાયસંગપર ગામે ખરાવાડમા રહેતી 20 વર્ષીય દીકરી કોઈને કહ્યા વગર રાત્રીના સમયે ક્યાક જતી રહેલ અને પરત આવતા તેના ભાઈને શંકા જતા બહેન ઉપર દાતરડાથી હુમલો કરી ઇજા પહોંચાડી નાશી ગયો હતો. જેને લઈને ભાઈ વિરુધ્ધ બહેને ફરિયાદ દાખલ કરાવી છે….

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં પંચાસર રોડ પવન સુત એપાર્ટમેન્ટ, હનુમાનના મંદીર વાળી શેરી રહેતા પરેશભાઇ નારણભાઇ બાવરવાનાં વાડામા આવેલ મકાનમા મારામારીની ઘટના બની હતી. જેમાં ગત તારીખ ૨૯/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે ૧૧:૩૦ વાગ્યાનાં અરસામાં રવીતા વેચનભાઇ ભાણુ નામની યુવતી ઘરમા કોઇને કહ્યા વગર રાત્રીના ક્યાક જતી રહેલ અને પરત આવતા તેના ભાઈ લાલુભાઇ વેચનભાઇ ભાણુ (રહે-ખેડાગામ અલીરાજપુર (મધ્ય પ્રદેશ) હાલ રહે-રાયસંગપર તા.માળીયા મી.)એ ઇજા પામનાર ઉપર શંકા કરી ગાળો આપી દાતરડાથી રવીતાને માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી તથા ડાબા કાન ઉપર તથા ડાબા હાથ ઉપર ઇજા કરી નાશી જતાં સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!