મોરબીથી પીપળીયા ચાર રસ્તા તરફ જતા એક્ટિવા ચાલકને રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાઇ તેમ ચલાવી આવી એકટીવાના પાછળના ભાગે ઠોકર મારી શરીરે ઇજા પહોંચાડતા યુવકનું ઘટના સ્થળે જ મોત થતાં પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો..
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રવાપર ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કુલ વાળી શેરીમાં, મારૂતી એપાર્ટમેન્ટ, બ્લોક નંબર-૪૦૨ ખાતે રહેતા મૂળ મોરબીનાં પીપળીયા ગામનાં ઋત્વીકભાઇ અશોકભાઇ આદ્રોજાનાં ભાઇ ભાવીનભાઇ પોતાની GJ-36-Q-8500 નંબરની એકટીવા લઇને ગત તા.૨૪/૦૮/૨૩નાં રોજ રાત્રીના દસેક વાગ્યા પહેલા મોરબીથી પીપળીયા ચાર રસ્તા તરફ જતા હતા. ત્યારે પીપળીયા ચાર રસ્તા નજીક ગાંધીના હિરાના કારખાના સામે રોડ ઉપર પહોંચતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાઇ તેમ ચલાવી આવી ફરીયાદીના ભાઇના એકટીવાના પાછળના ભાગે ઠોકર મારી શરીરે ઇજા પહોંચાડી ફરીયાદીના ભાઇનું મૃત્યુ નિપજાવી પોતાનું વાહન લઇ નાશી જતા અજાણ્યા વાહન ચાલક સામે ઋત્વીકભાઇ અશોકભાઇ આદ્રોજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે.